શિયાળાનું તાપણું – ગામડાનો વૈભવ
શિયાળાની માગશર – પોષ મહિને કડકડતી ઠંડી હોય અને એમાં પણ ગામડાંઓમાં ખેતર વાડીઓ, પાદર, મંદિર કે આશ્રમના પ્રાંગણમા કે કોઇ ચોક હાટડી, દુકાન પાસે ઠેર ઠેર તાપણું હોય.
એમાંય વડિલો યુવાનો બધા ભેગા મળીને દેશ દુનિયાની અલગ મલકની વાતોનો મેળો ભરાય એવી મજા આવે કે વાત પુછો મા..
તાપણા ના લાકડા આસપાસ થી એકઠા કરવામાં આવે છે નાના મોટા લાકડાં નો ભઠ્ઠો જામતો જાય એમ ડાયરો પણ જામતો જાય વળી કોક એવા ઝાડનુ લાકડાં કે વેલો આવી જાય કે ધુમાડાનો ગોટો વળી જાય પછી એને કાઢી નાખો એવી સલાહ આપવામાં આવે.
ડાયરામાં વડિલોની જુનવાણી વાતો જુવાનો સાંભળે
જુવાનોની વાતો વડિલો સાંભળે એમા, રાજકારણ, આર્થિક, ધાર્મિક, સામાજિક, ભુગોળ અને ભુત પ્રેતો ની વાતો તો આવે જ વાડી ખેતરોમાં તાપણામા આસપાસ ના શેઢા પાડોશી ભેગા મળીને કાવો કે ચા- બનાવી પીવે.
દહ અગિયાર વાગ્યે ઠંડીના લીધે ગામમાં સોપો પડી ગયો હોય પણ ભુરીયો, કાબરો, રાતિયો, ઉહકારા કરતા હોય અને તાપણે તાપતા હોય એને સુવાનો સમય થયો એવી સુચન કરતા હોય મોડી રાત્રે તાપણું ઠારી સૌ વિખરાઇ જાઇ.
આ બધું ગામડાઓમાં જોવા મળે અને કોઠાસુઝ ની યુનિર્વિસટી ગણાઇ
શહેરોમાં તાપણું ઓછુ જોવા મળે લાકડાં ની અછત, શહેરીકરણ, અને સીટીના કાયદો વ્યવસ્થા એવી કે મોડી રાત સુધી આ બધું શક્ય નથી.
મોટાભાગના લોકો જેમનો ઉછેર ગામડાઓમાં થયો છે એમને શહેરમાં વસવાટ દરમિયાન શિયાળામાં થતા તાપણાની યાદ અચુક આવે છે.
મિત્રો તમે પણ તાપણું કરો છો??
આપણી સંસ્કૃતિ આપણો વારસો