ગુજરાતી સ્પેશિયલટ્રેન્ડિંગ

ફટાણા ગુજરાતી ગીતો

Spread the love

1. પોંખવા આવે તયારે

કોરી ગાગરડીમાં 🥴 સોપારીનો કટકો 😜
જોજે વરરાજા 🤵‍♂️ તારી સાસુજીનો ચટકો 🔥

માગી સાડી પહેરી છે🥻 ને જમાઈ પોંખવા આવ્યા છે
હશે એની, લઈ જશે, પછી ચડશે ચટકો 😆🔥✨


🚦લાલ પીળી લાઈટ કરો, મારે ધારા વોવ ને જોવી છે!
🤔 કાળી છે કે ધોળી છે, મારે ધારા વોવ ને જોવી છે!
💃 બાડી છે કે બોબડી છે, મારે ધારા વોવ ને જોવી છે!
🦵 લુલી છે કે લંગડી છે, મારે ધારા વોવ ને જોવી છે! 


🎉 વેવાણ કોઈદી જમાઈ પોંખા કે… ના ભાઈ ના?
🍽️ વેવાણ કોઈદી માવો ખાધો કે… ના ભાઈ ના?

2. મંડપમાં બેઠા હોઈએ ત્યારે

🌹તાંબા ની થાળી માં ગુલાબનો ગોટો,
📱મીતભાઈ ના ફોનમાં જોયો ધારા વોવ નો ફોટો! 

🦸‍♂️ મીત ભાઈ અમારો હાર કેરો હીરો,
🤯 ધારા વોવ અમારી અભણ શિરો!

📸 ફિલ્ટરવાળો ફોટો બતાવી ભાઈને લીધો છેતરી,
🐄 ભેંસ કરતા ભૂંડી લાગે, વેવાઈ તારી છોકરી! 👸

💬 ફેસબુક માં ફાંફાં મારતો, 👀 ઇન્સ્ટા માં જોઈ આઈડી!
🤦‍♂️ ભાઈ પડ્યો ભોળો અને છેતરી ગઈ બાયડી! 😝


🌸 ફૂલ નો સે ગજરો, ને ગજરામાં મોતી, 💎
👀 મારાભાઈ ને ખબર નોતી, આ ગામડાની ગોતી! 😆


👯‍♀️ ઓલા મીત ભાઈ ને બે બાયડી, 😜
👭🏻 જાડી પતલીની જોડ, બોલે મછરિયુ! 🎶
👗 ઓલી જાડી કે મારે ગાઉન જોઈએ, 😂
😆 ઓલી પતલી જોલા ખાઈ, બોલે મછરિયુ! 🦟


💃 મીતભાઈ ની સાળીયુ ને પડારા નો પાર નઈ, 
🥁 તગારા માં તાલ નઈ, મંજીરા માં માલ નઈ! 🪗
🤧 મીતભાઈ ની સાળીયુ ને પડારા નો પાર નઈ! 👭🏻


😂 સાસુજી, સામી રે શેરીમાં મોટો પોદળો,💩
🥣 કેમ કરી લેવો, આ તગારા જેવડો પોદળો? 😅
⭕️ વોવ બેટા, હાટીકડા મૂકીને કુંડાળું કરો, 💨
🌀 વળતા રે, લેશું આ પોદળો! 💩
🕺🏻 અટાણે આપડે જાનમાં કેવાઈ, 🚫
💩 આપણી થી ન લેવાઈ, આવડો મોટો આ પોદળો!

3. ફેરા ફરે ત્યારે

🚗 લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી, 🌹
👰‍♀️ મારા ભાભી, સાસરીયે કચરા પોતા છે! 🧹


🦎 સામી ભીતે ગરોળી, હ હ રે!
👭🏻 વેવાણ કે મારી ભેરુંડી, હ હ રે!
🌆 વેવાણ કે મારે મુંબઈ જવું, હ હ રે!
🦎 ગરોળી કે મારે ભેગું આવવું, હ હ રે! 🤝

4. મંગળસૂત્ર પહેરાવે ત્યારે

😂 ભાઈ પરણીને પછતાઈ તો કહેતો નઈ,
💇‍♂️ લગ્ન પછી જો વાળ ખેંચાઈ તો કહેતો નઈ!
👁️ લગ્ન પહેલા કહેશે, “તમારા પાપણ ના પલખો પર રાખું” 😳 પછી ડોળા ફાડે તો કહેતો નઈ!
😎 મીત મારો ભાઈ છે, હાથ માંથી જાય છે! 🏃‍♂️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *