ગુજરાતમાં આવેલી છે બોરડી : જે બધાની માનતા કરે છે પુરી.
રાજકોટમા આવેલી છે આ બોરડી
આમ જોવા જોઈએ તો સામાન્ય રીતે બધી જ બોરડીઓ કાટાં વાળી જોવા મળે છે અને તેમાં બોર આવે છે. પરંતુ આ બોરડી એવી છે જેમાં એક પણ કાટાં નથી. જેનો ખૂબ જુનો ઈતિહાસ જોડાયેલો છે.
સ્વામિનારાયણ મંદિરમાં આવેલી આ બોરડી 200 વર્ષ જૂની છે.અત્યારે જયાં મંદિર છે ત્યા પેલાં એક વાડી હતી અને આ જગ્યા શહેરની બહાર આવેલી હતી.
તે સમયના અંગ્રેજ ગવર્નર સર માલ્કમના અતિઆગ્રહના કારણે ભગવાન સ્વામિનારાયણ,નિત્યાનંદ સ્વામી,મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી,અને ગુણાતિતાનંદ સ્વામી ઉપરાંત આચાર્યો રઘુવીરજી મહારાજ અને અયોધ્યાપ્રસાદ પધાર્યા હતા અને તે લોકોએ આ બોરડી નીચે વિસામો લીધો હતો.
તે દરમિયાન બધુ પુર્ણ થયા બાદ સ્વામિનારાયણ ભગવાન વિદાય લઈ રહ્યા હતા ત્યારે ગોપાળાનંદ સ્વામી ની પાઘડીમાં તે બોરડી નો કાંટો ભરાયો હતો અને બોરડી સામે જોતાં કહયું કે તારી નીચે ખુદ ભગવાન પધાર્યા છતાં તે તારો સ્વભાવ ન બદલ્યો તેવુ બોલતા જ બોરડી એ પોતાના તમામ કાટાં ઓ ખેરી નાખ્યા હતા અને ત્યારથી 200 વર્ષ થયાં આજ સુધી તેમા એક પણ કાંટો આવ્યો નથી પણ જો આ બોરડી ના બોરના ઠળિયા વાવવામાં આવે તો તે બોરડીમા પણ કાટાં આવે છે.
માટે ભગવાનનો જીવ આ બોરડી સાથે જોડાયેલો હોવાથી લોકોની શ્રધ્ધા આ બોરડી સાથે જોડાયેલી રહી છે. અને લોકોને કઇ પણ સમસ્યા અથવા તો દુઃખ હોય તો લોકો બોરડી ની ફરતે પ્રદક્ષિણા ની માનતા માને છે અને તેમની સમસ્યા ઓ દુર થાય છે.